Wednesday, March 26, 2014

Worlds Longest Double Decker Fountain Bridge

આ છે દુનિયાનો સૌથી લાંબો ડબલ ડેકર ફાઉન્ટેન બ્રિજ. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં વર્ષ 1975 પછી આબાદી ખૂબ જ ઝડપથી વધી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જગ્યા ઓછી પડી રહી હતી. વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ્સે અહીંની 'હાન' નામની નદી પર બનેલા પુલ ઉપર જ બીજા એક પૂલનું નિર્માણ કરવાનો પ્લાન પ્રસ્તુત કર્યો.

જાન્યૂઆરી વર્ષ 1980માં નિર્માણકાર્ય શરૂ કરીને જૂન વર્ષ 1982માં પૂરું કરી લેવામાં આવ્યું અને બની ગયો દુનિયાનો સૌથી લાંબો ડબલ ડેકર ફાઉન્ટેન બ્રિજ. બ્રિજનાં ઉપરનાં ભાગનું સ્થાનિક નામ 'બાન્પો' અને જૂનાં એટલે કે નિચલા ભાગનું નામ 'જામ્સુ' છે.

10 હજાર એલઈડીનાં પ્રકાશથી તેની સુંદરતામાં લાગી જાય છે ચાર ચાંદઃ-

ચોમાસાનાં દિવસોમાં મોટે ભાગે જામ્સુનો ભાગ ડૂબી જાય છે, જેનાંથી લોકોની દિનચર્યા ઠપ્પ થઈ જાય છે. નદી પર સમાનાન્તર પુલ નહીં બની શકવાનાં કારણે જ તેને ડબલ ડેકર પૂલ બનાવવો પડ્યો છે. વર્ષ 2009માં તેનો શુભારંભ કર્યા બાદ આ પુલે ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ પોતાનું નામ નોંધાવી દીધું છે.

25 મીટર પહોળા અને 1,495 મીટર (4,905 ફૂટ) લાંબા આ પૂલની બન્ને બાજુએ 10 હજારથી વધુ LED લાઇટ્સ સેટ કરવામાં આવી છે. તેનાં થકી જ પૂલ ઉપરથી નદીમાં પડતાં ફૂવારાં પર ઈન્દ્રધનુષનું નિર્માણ થાય છે અને અદભુત રંગબેરંગી દ્રશ્યો પણ ખડાં થાય છે. આ નજારો આંખોને ઠંડક આપનારો બની જાય છે. ફૂવારા માટે 38 પાઇપ અને 720 નોઝલ લગાડવામાં આવી છે. એક પંપ પ્રતિમિનટ 10 ટનથી વધું પાણી ફેંકે છે.

સૌથી સારી વાત એ છે કે આ પુલના નિચલા ભાગમાં વધું જગ્યા પગપાળા ચાલનારા અને સાયકલ ચાલકો માટે તૈયાર કરવામાં આવી છે, જેનાથી કારો માટે એક જ લેન તૈયાર થઈ છે. ઉપલો ભાગ 3-3 લેનનો છે, જ્યાં કારોની અવર-જવર થાય છે.

રોજ સાંજે હજારો લોકો નદીના બન્ને કિનારા પર ફૂવારાઓની સુંદરતા જોવા માટે એક્ઠા થાય છે. એક કિનારે મ્યૂઝિકલ કૉન્સર્ટ યોજાય છે, જેનાંથી લોકોનું બમણું મનોરંજન પણ થઈ જાય છે.



No comments:

Post a Comment