Showing posts with label Ten Wars of the World. Show all posts
Showing posts with label Ten Wars of the World. Show all posts

Wednesday, September 04, 2013

Ten Wars of the World

બીજું વિશ્વ યુદ્ધ (1939- 1945)
 ખર્ચ: 2,25,500 અબજ રૂપિયા
બીજું વિશ્વ યુદ્ધ ખરેખર 1941થી જ્યારે શરૂ થયું ત્યારે નાજી વાદી જર્મનીએ પોલેન્ડની વિરૂદ્ધ બોમ્બવર્ષા શરૂ કરી દીધી. ત્યારબાદ લડાઇ આખા યુરોપમાં ફેલાય ગઇ. ત્યારબાદ બ્રિટન, ફ્રાન્સે જર્મની અને ઇટલીના મુસોલિનીના વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી. 1941માં જ્યારે જાપાને જર્મની અને ઇટલીના પક્ષમાં પર્લ હાર્બર બંદર પર હુમલો કરી દીધો. અમેરિકા, યુરોપ, અને એશિયામાં યુદ્ધ લડાઇ રહ્યું હતું. આ યુદ્ધમાં અમેરિકાએ જાપાન પર બે પરમાણુ બોમ્બ ફોડયા હતા.
9/11 પછી (2001 થી 2010)
ખર્ચ: 110000 કરોડ ડોલર
ન્યૂયૉર્ક અને વૉશિંગ્ટનમાં 11મી સપ્ટેમ્બર 2011ના રોજ આતંકી હુમલાએ આખી દુનિયામાં રોષ પેદા કર્યો હતો. અમેરિકાએ તેના માટે જવાબદાર આતંકી સંગઠન અલકાયદા અને તેના નેતા ઓસામા બિન લાદેનની વિરુદ્ધ, જે અફઘાનિસ્તાનમાં છુપાયેલા હતા. તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી અને અંતમાં 2011મા લાદેનને પાકિસ્તાનમાં મારી નાંખ્યો. ત્યારે અમેરિકાએ ઇરાકને પરમાણુ હથિયારોથી રોકવાના નામ પર હુમલો કર્યો અને ત્યાંના સૈનિક શાસક સદ્દામ હુસૈનનો ખાત્મો કરી દીધો. જોકે, ઇરાકમાં પરમાણુ હથિયારોનો કોઇ પણ પ્રમાણ ન મળ્યું.
વિયેતનામ યુદ્ધ(1965-1975)
કુલ ખર્ચ: 73800 કરોડ ડોલર
વિયેતનામ યુદ્ધ શીતયુદ્ધની ચરમ હતી અને અમેરિકા કોઇપણ કોમ્યુનિસ્ટ દેશને છોડવાના મૂડમાં ન હોતો. ત્યારે વિયેતનામની અલોકપ્રિય સરકારે પોતાના જ કેટલાંય લોકોને મારી નાંખ્યા હતા. સરકાર પોતાના સરમુખ્તયાર શાસનમાં જાતે જ કોમ્યુનિસ્ટ ગુરિલ્લોને પાળી રહી હતી. પરંતુ અમેરિકાએ વિયેતનામના લોકોને જ નિશાન બનાવ્યા, જેમને અમેરિકાની વિરૂદ્ધ કઇ કર્યું નહોતું. એકબાજુ અમેરિકાની અહીં હાર થઇ, કારણકે અહીંના લોકોએ હાર માની નહોતી અને અંતમાં અમેરિકાને પોતાના પગ પાછા ખેંચવા પડ્યા. પરંતુ આ યુદ્ધમાં લાખો વિયેતનામ નાગરિકો બર્બાદ થઇ ગયા હતા.
કોરિયન યુદ્ધ(1950-1953)
ખર્ચ : 34100 કરોડ ડોલર
શીત યુદ્ધની શરૂઆતમાં કોરિયા પહેલું રણ ક્ષેત્ર બન્યું. કોરિયાના બે ભાગમાં ભાગલા પડી ગયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. સોવિયત સંઘ અને ચીને ઉત્તર કોરિયાને સમર્થન આપ્યું અને અમેરિકા અને તેના સહયોગીઓએ દક્ષિણ કોરિયાને સમર્થન આપ્યું. આ બંને દેશોની વચ્ચે યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગની સ્થિતિ પણ પેદા થઇ હતી.
પ્રથમ વિશ્વ યુદ્ધ  (1917-1921)
ખર્ચ: 33400 કરોડ ડોલર
પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત હકીકતમાં 1914માં થઇ ગઇ હતી. પરંતુ અમેરિકા 1917માં સામેલ થયું. યુરોપ બે ભાગમાં વેચાઇ ગયું હતું. એક ધાડુ મિત્ર દેશોનું હતું, જેમાં બ્રિટન, ફ્રાન્સ, અને સામેલ હતા. જ્યારે બીજા ધાડામાં જર્મની, બુલ્ગરિયા, ઑસ્ટ્રિયા, હંગેરી, અને તુર્કી હતું. અમેરિકામાં ઘણાંય દિવસો સુધી એટલા માટે સામેલ નહોતું થયું, કારણ કે તેમાં તેનું કોઇ હિત પ્રભાવિત થઇ રહ્યું નહોતું. તે બંને પક્ષોને હથિયાર વેચી રહ્યું હતું. પરંતુ જર્મનીએ 1917માં જ્યારે અમેરિકાના પેસેન્જર જહાજને ડૂબાડી દીધું તો તે પણ આ યુદ્ધમાં મિત્ર દેશોની સાથે સામેલ થઇ ગયું.
ફારસનું ખાડી યુદ્ધ(1990-1999)
ખર્ચ: 10200 કરોડ ડોલર
ઇરાકના સૈનિક શાસક સદ્દામ હુસૈને 1990મા કુવૈત પર હુમલો કરીને કબ્જો કરી લીધો. તેને એ દાવો કર્યો કે ઐતિહાસિક રીતે કુવૈત ઇરાકનો ભાગ છે. તેનાથી અમેરિકા અને પશ્ચિમી દેશોના તેલ પુરવઠો ખતરામાં પડી ગયો. ત્યારબાદ સદ્દામ હુસૈન એ સાઉદી અરબને ધમકાવાનું શરૂ કરી દીધું. અમેરિકાએ સાઉદી અરબને સદ્દામના હુમલાથી બચાવા માટે ખાડીમાં પોતાનું સૈન્ય મોકલીને હુમલો કરી દીધો. ત્યારબાદ સદ્દામને કુવૈતમાંથી હટવું પડ્યું.
સિવિલ વૉર (1861-1865)
ખર્ચ: 7970 કરોડ ડોલર
અમેરિકામાં ગુલામી પ્રથાની વિરૂદ્ધ યુદ્ધ થયું, જેમાં અમેરિકાના બે ભાગલા પડી ગયા. કેટલાંક રાજ્ય ગુલામ પ્રથાને બનાવી રાખવાના પક્ષમાં હતું. આ સિવિલ વૉરમાં અંદાજે 80 બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.
સ્પેન-અમેરિકન યુદ્ધ (1898-1899)
ખર્ચ: 900 કરોડ ડોલર
1898માં સ્પેનના કબ્જામાં ક્યુબા, જે ફ્લોરિડા સાથે જોડાયેલું હતું. વૉશ્ગિંટને સ્પેન પાસેથી ક્યુબા માંગ્યું. પરંતુ સ્પેન તેની વાત માની નહી. આથી અમેરિકા અને સ્પેનની વચ્ચે .યુદ્ધ શરૂ થઇ ગયું. અહીંથી અમેરિકાની વિસ્તારવાદી નીતિ શરૂ થઇ, જેમકે તેમને ક્યુબા, પોટિરિકો, ગુઆમ, અને ફિલિપાઇન્સ પર અધિકાર જમાવી લીધો.
અમેરિકાની ક્રાંતિ (1775- 1783)
ખર્ચ: 240 કરોડ ડોલર
બ્રિટિશ સામ્રાજય અને 13 ઉપનિવેશોનો આ વિવાદ હતો. જેમકે અમેરિકન બરાબરીના અધિકારીની માંગણી કરી રહ્યું હતું. પરંતુ જ્યારે બ્રિટિશ સામ્રાજય આ બાબતે સહમત નહોતું તો તેમને નો ટેક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશનનો અવાજ ઉઠાવ્યો. આ યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું અને 1883માં પેરિસની સંધિની સાથે ખત્મ થયું. આની પહેલાં જ અમેરિકા એક સ્વતંત્ર દેશ હતો.
મૈક્સિકન વૉર(1846-1849)
ખર્ચ: 237 કરોડ ડોલર
અમેરિકાએ 1845માં જ્યારે ટેક્સાસ પર કબ્જો કર્યો તો યુદ્ધ શરૂ થઇ ગયું અને તેના ઘટનાક્રમમાં ન્યુ મેક્સિકો અને કેલિફોર્નિયા પર પણ કબ્જો જમાવ્યો. આ યુદ્ધમાં મૈક્સિકો મજબૂર થઇ ગયું અમેરિકાને ન્યુ મૈક્સિકો 15 મિલિયન ડોલરમાં આપવા માટે મજબૂર થઇ ગયું. અમેરિકાનું મેક્સિકો પર 3.25 મિલિયન ડોલરની લોન લીધી હતી. જે તેમને અમેરિકનો પાસેથી ઉછીના લીધા હતા.

Tags : Nilesh Patel  Search Engine Services Provider (SEO)  Nilesh Patel SEO

For More Info of Wars